જીવન!કેમ જીવાય?
તેણે પૂછયું,
શેનો કોઈ ઈલાજ નથી?
મેં કહ્યું, વહેમ નો..
શેનો કદી અંત નથી?
અભાવ નો..
દુઃખ નો નાશ શેના થી થાય?
ભૂતકાળ ને માફ કરવાથી..
સુખ નો અનુભવ શી રીતે થાય?
સંતોષ થી..
ચિંતામુક્ત કઇ રીતે થવાય?
સમર્પણ થી…
પ્રેમ નો અનુભવ કેવી રીતે થાય?
વિશ્વાસ થી…
જગત ને કઈ રીતે જીતાય?
જાત ને ગુમાવવા થી..
ઈશ્વર ને ગમતા કઈ રીતે બનાય?
સર્જન કરવા થી…
સર્જન શી રીતે કરાય?
અનુભૂતિ થી…
અનુભુતી શેના થી થાય?
સંવેદનશીલતા થી…
સંવેદનશીલ કઈ રીતે બનાય?
અહંકાર ના ત્યાગ થી….
- ડૉ સમીર સાવલિયા