Naari shakti
શું શક્ય છે શબ્દો દ્વારા પણ તેમનું મહત્વ અને માહાત્મ્ય અંકન કરવું……?
શું એની મમતા નું કોઈ મૂલ્ય હોઇ શકે અને જો હોય તો પણ કોઈ એટલું સક્ષમ હોય શકે..?
શું એના વાત્સલ્ય ને ક્યારે ખરા અર્થ માં વિશ્વ વધાવી શકે?…
શું એની હૂંફ નો આખો હિસાબ હજી સુધી કોઈ લગાવી શક્યું છે?…
શું એના સમર્પણ નો સરવાળો સંભવ છે ખરો?…
શું એની કરુણા ના બધા કિસ્સા કાગળ કે કચડકે કંડારાયા છે?…..
શું એની સુંદરતા ની સૌમ્ય સરવાણી ખરેખર ક્યાંય સમાઈ શકી છે?…
શું એની શક્તિ ઓ ની બધી જ સંભાવનાઓ ને ક્યારેય આંબી શકાશે?….
શું એના પ્રેમ ની કક્ષા એ ક્યારે પહોંચી શકાશે?…
શું એની લાગણી ઓ ના લાસ્ય ને સંપૂર્ણ “કળી” શકાશે?….
શું એની ગરિમા નું ગૌરવ શાળી ગાન એકી સાથે ગાઈ શકાશે?……
શું એની ઉર્મિઓ ના ઉજાસ ને આંખે આખો ઝીલી શકાશે?…..
શું એના અસ્તિત્વ ના આંગણે…એના સૌજન્ય ના સરનામે….એના સાથ ના સથવારે ..ક્યારેય હાર ને નિરાશા ભાળી શકાશે?…
આ બધા જ સવાલો નો જવાબ જ ના હોઈ શકે અર્થાત “ના” જ હોઇ શકે…!!.
આવા શ્રેષ્ઠ પ્રકૃતિ ના સરજન રૂપી નારી શક્તિ ઓ ને શત શત વંદન ……
– નીરજ પાઠક