Vatt thi Gujarati

છેલ્લા 9 વર્ષથી ચાલી રહેલી આ મુહિમને તમેજ સફળ બનાવી છે..

આપણી ઓળખ એટલે આપણી ભાષા.. આપણી સંસ્કૃતિ, આપણી કલા એ આવનારી પેઢી સુધી પહોંચે એ માટે ભાષા જીવે એ ખુબ જરૂરી છે.. Western lifestyle અને culture ના આપણે વિરોધી નથી, કે નથી આ વાત કઈ  ભાષા શ્રેષ્ઠ છે એની. પણ આપણી ભાષા તો આપણીજ રેહવાની ને? એટલેજ આપણે કહેતા આવ્યા છીએ કે “ભલે કોઈ કહે કે અંગ્રેજી સારું છે પણ યાદ રહે કે ગુજરાતી મારું છે..” 

નથી આ કોઈ competition કે નથી આ કોઈ ભાષા ને નીચી દેખાડવાની કોશિશ..

નથી આ regionalism કે નથી કોઈ પ્રકારનું extremism.

 

” વટ થી ગુજરાતી” – એક પ્રયાસ છે.. એક ચળવળ છે.. એક કેમ્પેઇન છે આપણી ભાષાને swag આપવાની.
અત્યાર સુધી “વટ થી ગુજરાતી” બેનર હેઠળ મ્યુઝિક કોન્સર્ટસ કર્યા . દેશ વિદેશમાં રોક મ્યુઝિક ગુજરાતી ભાષામાં રજુ કર્યું. સોશ્યિલ મીડિયા પર ઘણા વિડિઓઝ મુક્યા અને એમના ઘણા તો વાયરલ પણ થયા.. સ્કૂલ્સમાં ગુજરાતી ભાષામાં સૌથી વધારે માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓ માટે scholarships પણ ચાલુ કરી…

ચાલો હવે એક નવી પહેલ. વટ થી ગુજરાતી dot com.

આ એક એવી સ્પેસ છે જ્યાં કોઈ પણ લખી શકે છે.. ગદ્ય કે પદ્ય.. સ્વરચિત કે અનુવાદિત.. બસ શરત એકજ કે ભાષા મુખ્યત્વે ગુજરાતી હોવી જોઈએ.. ગુજરાતીમાં વધારે લખાશે તો વધારે વંચાશે. અને વધારે વંચાશે તો વધારે લોકો સુધી પહોંચશે.

ચાલો ગુજરાતીમાં સારી વાતો લખીએ.. સારા વિચારોને અહીંયા રજુ કરીયે.. હૃદય સોંસરવી ઉતરી જાય એવી કવિતાઓ લખીએ.. અને જો ના લખી શકીયે તો અહીંયા publish થયેલું વાંચીયે અને વધારે લોકો સાથે એને share કરીયે..

સાથે જોડાશો ને? જો કોઈ કૃતિ મારા સુધી મોકલાવવી હોય તો ઇમેઇલ કરજો – vatt.gujarati@gmail.com

દિલ થી ગુજરાતી, વટ થી ગુજરાતી 

– ક્ષિતિજ

Related Posts

Great Gujarati

2 thoughts on “Vatt thi Gujarati

  1. ખૂબ સરસ પહેલ છે દરેકે જોડાઈ ને તેનો પ્રસાર કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *